Explore

Search

October 16, 2026

Contact us -7820092500

IAS Coaching

ઉમરગામ GIDCની એક કંપનીમાંથી લાખો રૂપિયાના કોપરના બંડલોની ચોરી થઈ

વલસાડ જિલ્લાનાં ઉમરગામ જી.આઈ.ડી.સી. ‘શ્રેયા કોપર્સ’ નામની કંપનીને નિશાન બનાવી અજાણ્યા ચોરોએ રૂપિયા ૪.૨૭ લાખથી વધુની કિંમતના સીમલેશ કોપર ટ્યુબના બંડલો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, ઉમરગામ જી.આઈ.ડી.સી.માં ‘શ્રેયા કોપર્સ’ કંપનીમાં ગત તારીખ ૨૮ નાંરોજ રાત્રીના સમયે ચાર અજાણ્યા ચોર લોખંડની જાળી વાંકી વાળી કંપની અંદર ઘૂસ્યા હતા.

ત્યારબાદ તેઓ સીમલેશ ફ્લેટ કોપર ટ્યૂબના ૬ બંડલો જેનું વજન આશરે ૩૦૦ કિલોગ્રામ અને તેની કિંમત રૂપિયા ૪,૨૭,૧૭૦/-ની ચોરી કરી નાસી છૂટયા હતા. બીજા દિવસે સવારે કંપની મેનેજરને સામાન વેરવિખેર અને માલ ઓછો દેખાતા તેમણે માલિક રીતેશભાઈને ફોન કરીને જાણ કરી હતી. બાદમાં રીતેશભાઈ આવીને કંપનીના IMOU DUAL સીસીટીવી કેમેરા ચેક કરતા ચાર અજાણ્યા ઇસમો મોડી રાત્રે ચોરી કરી બહાર નીકળતા નજરે પડયા હતા. જોકે માલસામાનની શોધખોળ બાદ માલ મળી ન આવતા આખરે રીતેશભાઈએ ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે સીસીટીવીને આધારે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.(સૌજન્ય)(file photo)

Advertisement
error: Content is protected !!