Explore

Search

October 16, 2026

Contact us -7820092500

IAS Coaching

વલસાડ જિલ્લાનાં કરજગામેથી નશાકારક સિરપની બોટલ સાથે એક ઝડપાયો, ત્રણ વોન્ટેડ

વલસાડ જિલ્લાના સરીગામનાં કરજગામના રાય ફળિયા રીતેશભાઈની ચાલી નીચે ખુલ્લી જગ્યામાં લાલ રંગની કીટ બેગ સાથે શંકાસ્પદ હાલતમાં ઊભેલ એક ઈસમને પોલીસે અટકાવી પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રોહિતકુમાર ઉર્ફે કાલીયા સંજય નિશાદ (હાલ રહે.કરજગામ,મૂળ ઉત્તર પ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે તેની તપાસ કરતાં બેગમાંથી ‘કોડેઈન ફોસ્ફેટ એન્ડ ટ્રાઈપ્રોલિડિન હાઈડ્રોક્લોરાઇડ’ લખાણ ધરાવતી કફ સિરપની ૬૨ બોટલો મળી હતી જેની કિંમત રૂપિયા ૭,૧૩૦/- હતી. આ અંગે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને અધિકારીએ પ્રાથમિક પરીક્ષણ કરતાં કફ સિરપમાં નશાકારક પદાર્થ હોવાની પુષ્ટિ કરી હતી.

પોલીસની પૂછપરછ દરમિયાન રોહિતકુમારે કથિત રીતે જણાવ્યું હતું કે, કફ સિરપનો જથ્થો તેણે કીમ ચોકડી પાસે મેડિકલ સ્ટોર ધરાવતા વિશાલભાઈ નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હતો. આ જથ્થામાંથી ૩૦ બોટલ આશીકઅલી અકબર ખાન (રહે.પટેલ નગર,સરીગામ) અને ૩૨ બોટલ રીતેશભાઈ રઘુભાઈ ધોડીપટેલ (રહે.કરજગામ)ને પહોંચાડવાની હોવાનું તેણે જણાવ્યું હતું. આમ, સરીગામ પોલીસે રૂપિયા ૭,૧૩૦/-ની કફ સિરપની બોટલો, મોબાઈલ ફોન તથા અન્ય વસ્તુઓ મળી કુલ રૂપિયા ૧૨,૧૩૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી રોહિતકુમારની અટક કરી વિશાલભાઈ, આશીકઅલી અકબર ખાન અને રીતેશભાઈ રઘુભાઈ ધોડીને વોન્ટેડ જાહેર કરાયા હતા.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!