સુરત જીલ્લાના મહુવા તાલુકાના ઓંડચ ગામે આહીર ફળિયામાં રહેતા ૬૪ વર્ષીય વૃદ્ધા ભાણીબેન ડાહ્યાભાઈ આહીર ગત તારીખ ૧૦-૧૦-૨૦૨૬ નારોજ ખેતરાડીમાં કામ કરી રહ્યા હતા.
તે દરમિયાન સાપે તેમના ડાબા પગમાં ડંખ માર્યો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે મહુવાના સી.એચ.સી. હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે નવસારી ખારેલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.(સૌજન્ય)


