Explore

Search

October 16, 2026

Contact us -7820092500

IAS Coaching

બલેશ્વર ગામની સીમમાં બે ટ્રક વચ્ચે કચડાઈ જવાથી યુવાનનું મોત નીપજ્યું

સુરત જીલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં સહયોગ હોટલના પાર્કિંગમાં ૨૬ વર્ષીય યુવાનનું બે ટ્રક વચ્ચે કચડાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, મૂળ કર્ણાટકના બેલગામ જિલ્લાનો વતની રોહન આપ્પાસાહેબ કુરને ટ્રક ચાલક તરીકે કામ કરતો હતો. તે ટ્રક લઈને મુંબઈથી ગુજરાત આવ્યો હતો. ગત તારીખ તારીખ ૧૨-૧૦-૨૦૨૬ નારોજ બપોરના સમયે રોહનની ટ્રક ચાલુ થતી ન હતી. આથી ત્યાં હાજર અન્ય ટ્રકના ચાલક બજરંગ અપ્પા ખરાડેની મદદથી પાછળથી ધક્કો મારીને ટ્રક ચાલુ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન રોહન બંને ટ્રક વચ્ચે લાકડીનો ટેકો રાખીને ઉભો હતો. અચાનક લાકડી તૂટી ગઈ હતી અને તે જ સમયે બજરંગે પોતાની ટ્રક જોરથી રિવર્સ લેતા રોહન બંને ટ્રક વચ્ચે કચડાઈ જતા તેનું સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. એમ્બ્યુલન્સમાં ફરજ પરના તબીબે રોહનને તપાસીને મૃત જાહેર કર્યો હતો. મૃતકના ૫૯ વર્ષીય પિતા આપ્પાસાહેબ શંકર કુરને દ્વારા પલસાણા પોલીસ મથકમાં આરોપી ચાલક બજરંગ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!