Explore

Search

October 16, 2026

Contact us -7820092500

IAS Coaching

પલસાણાના કારેલી ગામે પૈસાની લેવડદેવડ મામલે મારામારી થયાનો બનાવ પોલીસ મથકે નોંધાયો

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં પૈસાની લેવડદેવડ બાબતે સાળાએ પોતાના જ બનેવી અને બહેન પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. મળતી માહિતી મુજબ, કારેલી ગામની સીમમાં આવેલ નંદનવન રેસિડેન્સીમાં રહેતા ૪૨ વર્ષીય દિનેશકુમાર રામનરેશકુમાર ઝાએ પોતાના સાળા શિવગોપાલ ગોવિદભાઈ ઝા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દિનેશકુમાર ઝા પોતાની પત્ની શિખાદેવી અને ત્રણ બાળકો સાથે કારેલીમાં રહે છે અને કેજરીવાલ મીલમાં નોકરી કરે છે. આ હુમલો ગત તારીખ ૧૧-૧૦/-૨૦૨૬ નારોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં બની હતી. આ દિવસે દિનેશકુમારના સાસુ નીલાદેવી તેઓના ઘરે આવ્યા હતા.

 

આ સમયે તેમને દિનેશકુમાર અને તેમની પત્નીએ જણાવ્યું હતું કે, આઠેક વર્ષ અગાઉ સસરા ગોવિંદભાઈને આપેલા બે લાખ રૂપિયામાંથી બાકી રહેલા એક લાખ રૂપિયા પરત આપો. આ ઉપરાંત શિખાદેવીએ પોતાના ભાઈ શિવગોપાલ મારફતે બહેન નિદેવીને આપેલા ઘરેણાં પણ સાસુ એક લાખ રૂપિયા આપવા માટે પોતાના પુત્ર શિવગોપાલને જણાવતા તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ શિવગોપાલે દિનેશકુમાર સાથે બોલાચાલી કરી જાહેરમાં ગાળો આપી હતી અને પ્લાસ્ટીકનો પાઈપ લાવીને દિનેશકુમારને મારમાર્યો હતો. આ હુમલામાં દિનેશકુમારને ડાબા હાથના કોણીના ભાગે તથા કમ્મરના ભાગે મૂઢમાર વાગ્યો હતો.

તેઓને બચાવવા વચ્ચે પડેલી પત્ની શિખાદેવીને પણ શિવગોપાલે પાઇપ વડે માર મારતા તેમને પેટ અને કમ્મરના ભાગે ઇજાઓ પહોંચી હતી. અવાજ અને હોબાળો થતાં રેસિડેન્સીના લોકો ભેગા થઈ ગયા હતા, જેથી હુમલાખોર શિવગોપાલ ત્યાંથી ભાગી છૂટયો હતો. આ ઘટના બાદ નાના સાળા અંશુ ઝાએ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવતા અને ઈજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે બારડોલીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. તારીખ ૧૩-૧૦-૨૦૨૬ નારોજ દિનેશકુમારે પલસાણા પોલીસ મથકમાં હુમલાખોર સાળા શિવગોપાલ ઝા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!