Explore

Search

October 16, 2026

Contact us -7820092500

IAS Coaching

અરેઠનાં કસાલ ગામે અજાણ્યા વાહન અડફેટે આધેડનું મોત

સુરત જીલ્લાનાં અરેઠ તાલુકાના કસાલ ગામના ગામીત ફળિયામાં રહેતા છનાભાઈ વિટલાભાઈ ચૌધરી (ઉ.વ.૭૩) સોમવાર નારોજ સાંજના સમયે સાઇકલ લઈને નીકળ્યા હતા. તે સમયે તેમના ગામ નજીક તેમની સાઇકલને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ભાગી ગયો હતો.

આ અકસ્માતમાં છનાભાઈને ગંભીર ઈજા થતાં લોકોએ અરેઠ સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે સાંજે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના પુત્ર અશોકભાઈ છનાભાઈ ચૌધરીએ તડકેશ્વર પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
error: Content is protected !!