Explore

Search

October 9, 2026

Contact us -7820092500

IAS Coaching

વરાછાનાં એક વેપારીએ માનસિક તાણમાં આવી ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં મોરથાણા ગામની સીમમાં નહેર પાસે વરાછાનાં વિસ્તારનાં વેપારીએ લીધેલી બેંક લોનનાં હપ્તા નિયમિત ભરી શકતા ન હોવાથી ભારે માનસિક તાણમાં આવી જઇ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, વરાછા વિસ્તારમાં અશ્વિનીકુમાર રોડ પર જળક્રાંતિ મેદાન સામે આવેલી સત્તાધાર કૃપા સોસાયટીમાં રહેતા અને વેપાર સાથે સંકળાયેલ ૩૭ વર્ષીય તુષારભાઈ ધીરજલાલ વાઘાણીએ પોતે લીધેલી બેંક લોનનાં હપ્તા ભરી શકતા ન હોવાનાં કારણે માનસિક તણાવમાં આવી ગયા હતા.

જેથી તેમણે કામરેજ તાલુકાનાં મોરથાણા ગામની સીમમાંથી પસાર થતી નહેર પાસે અનાજમાં નાંખવાની સેલ્ફોસ પાવડર નામની ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવાની અસર થતા જ તેમની તબિયત લથડી હતી. જોકે ઘટનાની જાણ થતા જ તેમને તાત્કાલિક સારવાર માટે સુરત શહેરનાં પર્વત પાટિયા ખાતે આવેલી ખાનગી વૃંદમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી હતી. ઘટનાની જાણ કામરેજ પોલીસને કરાતા પોલીસે સુચિત મામલે જાણવા જોગ ફરીયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!