Explore

Search

October 9, 2026

Contact us -7820092500

IAS Coaching

તડકેશ્વર ગામની હદમાં થયેલ ચોરીનો ગુન્હો પોલીસે ગણતરીનાં કલાકોમાં ઉકેલી ત્રણને જડપી પાડયા

સુરત જિલ્લાનાં તડકેશ્વરની હદમાં થયેલ બેટરી ચોરીનો ગુનો નોંધાતા પોલીસે ગણતરીનાં કલાકોમાં જ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી અને ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તડકેશ્વર પોલીસ સ્ટેશનના પી.આઈ. અને તેમની ટીમે ગુન્હાઓ ઉકેલવા કવાયત હાથ ધરી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, તડકેશ્વર ગામે જુના ટોલ પ્લાઝા અને માધવ કોમ્પ્લેક્ષનાં કમ્પાઉન્ડ પાસે પાર્ક કરેલ ટ્રકોમાંથી બેટરી ચોરી કરનારા ઈસમો એક બાઈક પર બેસીને નાની નરોલી તરફથી આવી રહ્યા છે.

જે બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે એક બાઈક પર  આવતા ત્રણ અજાણ્યા ઇસમોને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી એક આછા ગુલાબી રંગના પ્લાસ્ટિકના કોથળામાંથી બે ચોરાયેલી બેટરીઓ મળી આવી હતી. વધુ પૂછપરછ કરતા તેમણે ચોરીની કબૂલાત કરી હતી અને જણાવ્યું હતું કે અન્ય બેટરીઓ ઝાડી-ઝાંખરામાં સંતાડી છે, જે પોલીસે આરોપીઓને સાથે રાખીને તપાસ કરતા રિકવર કરી હતી.

પકડાયેલ આરોપીઓની ઓળખ નિતેશભાઈ માધવભાઈ વસાવા, અનીલભાઈ જશવંતભાઈ વસાવા અને નિકુલભાઈ ઉર્ફે વાસુ વાલજીભાઇ વસાવા (તમામ રહે. નાની નરોલી, માંગરોળ) તરીકે થઈ હતી. આમ, પોલીસે ૧૨ બેટરીઓ, એક બાઈક અને એક ફોન મળી કુલ રૂપિયા ૧,૨૯,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!