Explore

Search

October 9, 2026

Contact us -7820092500

IAS Coaching

કોસંબાનાં વેપારી સાથે ૨૭ લાખથી વધુની છેતરપીંડી, પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી

સુરત જિલ્લાનાં કોસંબાનાં તરસાડી વિઠ્ઠલવાડી વિસ્તારમાં પરિવાર સાથે રહેતા અને સ્થાનિક સ્તરે રિધ્ધી સ્ટેશનરી નામે દુકાન ચલાવતા ૬૬ વર્ષીય વેપારી ભરતભાઈ હસમુખભાઈ શાહનાં મોબાઈલ ફોન પર ઐશ્વર્યા પટેલ નામની મહિલાનો કોલ આવ્યો હતો. આ મહિલાએ પોતે અમાન્સા ઈન્વેસ્ટમેન્ટ કંપનીમાં ફાયનાન્સ મેનેજર તરીકે ફરજ બજાવતી હોવાનું કહી શેરબજારમાં રોકાણ કરવાથી ખૂબ મોટો નફો કરાવી આપવાની ખાતરી આપી હતી. વેપારી ઉપરોક્ત મહિલાની વાતમાં આવી જતા આરોપી મહિલાએ તેમને અમાન્સા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ નામનાં વોટ્સએપ ગ્રુપમાં જોડ્યા હતા અને ત્રણ મહિનાનું કરારપત્ર તૈયાર કરવાનો વિશ્વાસ આપી બેંક ખાતાની વિગતો મેળવી લીધી હતી.

શરૂઆતમાં વેપારી પાસે ચોક્કસ કંપનીનાં શેર ખરીદવા માટે ૨૫ હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા, જે તેમણે પોતાનાં બેંક ખાતામાંથી ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ વધુ રોકાણ કરાવવા માટે વેપારીનાં વોટ્સએપ પર એક લિંક મોકલી મોબાઈ લમાં અરાટ્ટાઈ નામની એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવવામાં આવી હતી. આ એપ્લિકેશન મારફતે નેહા દેસાઈ નામની અન્ય એક મહિલાએ વેપારી ભરતભાઈ સાથે સતત સંપર્ક જાળવી શેરબજારમાં વધુ મૂડી રોકવા માટે સમજાવટ શરૂ કરી હતી.

આ બંને મહિલા ગઠિયાઓની વાતોમાં આવી જઈને વેપારી ભરતભાઈએ અલગ-અલગ તારીખોએ રાધા-રાની એન્ટરપ્રાઈઝ, કે.કે.લોજિસ્ટિક્સ, એસસી કોમ્યુનિકેશન, એમજી મેઘા ઈ કોમ, જેડી દામા ઈકોમ, બિઝમોર્ફ મલ્ટી, અનિલ ટ્રાવેલ્સ, હેન્ક્સ ફ્યુચર અને એપ્લેક્સા મલ્ટી ટ્રેડ જેવી વિવિધ શંકાસ્પદ પેઢીઓનાં ખાતાઓનાં ટુકડે-ટુકડે કુલ રૂપિયા ૨૭.૭૮ લાખ રૂપિયા ઓનલાઈન નેટ બેંકિંગ, આરટીજીએસ અને ગુગલ પે મારફતે જમા કરાવી દીધા હતા. આ તમામ નાણાં મેળવ્યા બાદ આરોપીઓએ મોબાઈલ એપ્લિકેશનમાં વેપારીનું રોકાણ અને નફો વધીને રૂપિયા  ૯૩,૫૦,૯૩૮/- થઈ ગયા હોવાનું દર્શાવ્યું હતું પણ વેપારીનાં ખાતામાં એક પણ રૂપિયો જમા થયો ન હતો જેથી તેમને સમજાયું કે તેઓ સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા કોસંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!