Explore

Search

October 9, 2026

Contact us -7820092500

IAS Coaching

વલસાડ LCBએ બળાત્કારનાં ગુન્હાનો ફરાર આરોપીને ઝડપી પાડ્યો

વલસાડ જિલ્લાનાં ડુંગરા પોલીસ મથકે નોંધાયેલ બળાત્કારના ગુન્હામાં ફરાર સુરતનાં આરોપીને વલસાડ જિલ્લા એલસીબીએ મહારાષ્ટ્ર રાજ્યનાં જલગાંવ જિલ્લાના રાવેરમાંથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ગત તારીખ ૨૮ સપ્ટેમ્બર નારોજ ડુંગરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે, એક યુવતીને કેટલાક ઈસમો જબરદસ્તી મુંબઈ લઈ ગયા હતા અને ત્યાં વિવિધ પ્રકારની વ્હિસ્કી તથા ડ્રગ્સનું સેવન કરાવી બેભાન અવસ્થામાં બળાત્કાર ગુજાર્યો હતો.

આ બનાવમાં આરોપીઓએ એકબીજાની મદદગારી કરી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. ગુનાની ગંભીરતાને પગલે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.જી.પરમારની ટીમે ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ફોર્ચ્યુનર કારના ચાલક તરીકે શકીલ સફી શેખ (રહે.સુરત)ની ઓળખ થઈ હતી. દરમિયાન મળેલ બાતમીના આધારે વલસાડ એલસીબી ટીમે મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લાના રાવેર ખાતેથી શકીલ શેખને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!