Explore

Search

October 4, 2026

Contact us -7820092500

IAS Coaching

ગુજરાત કૉંગ્રેસ પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું, પેટા ચૂંટણીમાં કૉંગ્રેસની હારની જવાબદારી સ્વીકારતા આ જાહેરાત કરી

ગુજરાત કૉંગ્રેસ પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે.આ જાહેરાત શક્તિસિંહ ગોહિલે પોતે અમદાવાદ ખાતેના કૉંગ્રેસ ભવનમાં કરી હતી.પેટા ચૂંટણીમાં કૉંગ્રેસની હારની જવાબદારી સ્વીકારતા શક્તિસિંહે આ જાહેરાત કરી હતી.

ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભ્યની ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા હતા, જેમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા જ્યારે કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાની જીત થઈ છે. કૉંગ્રેસના બન્ને ઉમેદવારો અનુક્રમે નીતિન રાણપરિયા જ્યારે કડીમાં કૉંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાની હાર થઈ હતી. બન્નેએ ઘણી મોટી સરસાઈથી હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત કૉંગ્રેસને બેઠી કરવાની જવાબદારી સાથે આ પદ પર બેઠેલા શક્તિસિંહે લોકસભા, ત્યારબાદ સ્થાનિક સ્વરાજ અને ત્યારબાદ ફરી પેટાચૂંટણીમાં હાર જોવી પડી છે. શક્તિસિંહે એમ પણ કહ્યું છે કે જ્યાં સુધી નવા પ્રમુખ ન આવે ત્યાં સુધી શૈલેષ પરમાર આ જવાબદારી સંભાળશે તેમ પણ તેમણે જણાવ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાજીનામું હું આપું અને પછી તો સ્વીકાર થાય અને કોઈ મને મનાવે ત્યાં સુધી હું આ પદ પર રહું તે મને નહીં ફાવે, હું મારી નૈતિક જવાબદારી લઈ રાજીનામું આપું છું.

Advertisement
error: Content is protected !!