નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકાનાં બોડવાંક ગામના રહેવાસી હિરલકુમાર બીપીનચંદ્ર પટેલ સવારે કાંગવાઈ ગામમાં એક સરકારી કાર્યક્રમમાં હાજર હતા. તે દરમિયાન સવારે નહેર ખાતામાં કામ કરતા જીગર દલુભાઈ પટેલે ફોન કરી નહેરની ડાબી બાજુ પાણીમાં એક પુરુષની લાશ દેખાતી હોવાની જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં હિરલકુમાર પટેલ સ્થળ પર પહોંચ્યા હતા અને નહેરના પાણીમાં કચરા તથા લીલ વચ્ચે એક અજાણ્યા પુરુષની લાશ જોવા મળી હતી. આ અંગે તાત્કાલિક ચીખલી પોલીસને જાણ કરાતા પોલીસે સ્થાનિક લોકોની મદદથી લાશને નહેરમાંથી બહાર કાઢી તપાસ કરતાં મૃતકની ઉંમર આશરે ૩૦થી ૩૫ વર્ષ હોવાનું જણાયું હતું. જેથી મૃતદેહને ખાનગી વાહનમાં ચિખલીની પી.એમ. રૂમમાં ખસેડી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી.(સૌજન્ય)


