વાપીનાં નામદા-ખડકલા વિસ્તારમાં રહેતી એક મહિલાને ફોન પર અપશબ્દો કહીને હાથ-પગ ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ગત તારીખ ૧૬ સપ્ટેમ્બર નાંરોજ રાત્રેના સમયે મહિલા પોતાના ભાઈઓ સાથે ઘરે જમવા બેઠી હતી. તે દરમિયાન તેના ભાઈ દેવાભાઈના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા નંબર પરથી તેના ફુઈના પુત્ર દેવશીગણ ઉર્ફે દેસડો હરદાસ ચારણનો ફોન આવ્યો હતો.
તેમજ ફોન દરમિયાન સામે છેડેથી બોલતા ઈસમે મહિલાને મુંબઈના મલાડ ખાતેના ઘરમાં પગ નહીં મૂકવા દેવાની વાત કરી હતી. ઉપરાંત બે દિવસમાં વાપી આવી તેના હાથ-પગ ભાંગી નાખવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દેવશીગણ મહિલાના ભાઈઓ દેવાભાઈ તથા માણસુરને પણ અવારનવાર અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન કરી ધમકીઓ આપતો હતો. આમ, મહિલાએ પોતાને માર મારવામાં આવશે તેવો ભય હોવાથી વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.(સૌજન્ય)


