Explore

Search

October 4, 2026

Contact us -7820092500

IAS Coaching

વલસાડ જિલ્લાનાં કકવાડી ગામે ટ્રેલર પલટી જતાં શ્રમજીવીનું મોત નીપજ્યું

વલસાડ જિલ્લાનાં ડુંગરી પોલીસ મથકે નોંધાઈ હતી જેમાં જે ફરીયાદ અનુસાર, ઓરિસ્સા રાજ્યના સુંદરગઢ જિલ્લા અને એજ તાલુકાના ચટ્ટા ગામના રહીશ સનિયાં બિરસા ટોપનો અને આજ જિલ્લાના જેથુ કામેશ્વર સિંહ, કકવાડી ગામના પટેલ ફળિયાના રહીશ શિરીશભાઈ ઈશ્વરભાઈ પટેલના ઝીંઝા તળાવમાં મજૂરી કામ કરે છે. જયારે શિરીશભાઈ એક ટ્રેક્ટર લઈને બંને મજૂરો વતરાઈ રોડ પાસેથી પસાર થઈ રહ્યા હતા.

જે દરમિયાન શિરીષભાઈએ સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતાં ટ્રેક્ટર અને ટ્રેલર બંને પલટી મારી ગયા હતા. આ સમયે ચાલક અને શ્રમજીવી ટ્રેલર નીચે દબાઈ જતાં, તેમને ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે વલસાડની કસ્તૂરબા હોસ્પિટલમાં અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જાય સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગેની ફરીયાદ ડુંગરી પોલીસ મથકે નોંધાઈ હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!