Explore

Search

June 14, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Dang : વનવિભાગની ટીમે કૂવામાં પડેલ દિપડાનું રેસક્યુ કર્યું

ડાંગ જિલ્લામાં વનવિભાગની ટીમે કૂવામાં પડેલ દિપડાનું સલામત રીતે રેસક્યુ કર્યું હતું. ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગ હસ્તકની શામગહાન રેંજની ધૂમખલ પ્લાન્ટેશનનાં નર્સરીનાં કૂવામાં દીપડાનું બચ્ચુ પડયું હતું. આ ઘટનાની સ્થાનિકો દ્વારા શામગહાનમાં વનઅધિકારીની જાણ કરવામાં આવી. શામગહાન રેંજનાં આર.એફ.ઓ અને તેમની ટીમને આ ઘટનાની જાણ થતાં જ તુરંત ઘટના સ્થળ પર દોડી ગયા હતા. જેના બાદ અધિકારીઓ સહિત વનવિભાગના કર્મીઓએ દિપડાના બચ્ચાને બચાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

શામગહાનની એક નર્સરીના કૂવામાં દિપડાનું બચ્ચું પડી ગયું હતું. ડાંગ દક્ષિણ વન વિભાગના નાયબ વન્ય સંરક્ષણની મૌખિક સૂચના બાદ ડાંગના વનવિભાગના ઉચ્ચ અધિકારી સહિત અન્ય સ્ટાફ ઘટના સ્થળ પર તાત્કાલિક પંહોચ્યા હતા. જયાં પ્રાથમિક ધોરણે વનવિભાગની ટીમ તેને બચાવવા પ્રયાસ કર્યો હતો.

દિપડાને કૂવામાંથી બહાર કાઢવા એક દોરડું નાખવામાં આવ્યું હતું અને બીજી બાજુ કૂવાની બહાર એક પાજરું પણ તૈયાર કરવામાં આવ્યું હતું. આ પાંજરૂ એ રીતે મૂકાયું હતું કે જ્યારે દીપડાનું બચ્ચું બહાર આવે ત્યારે તેને સીધું પાંજરામાં જ પૂરી શકાય. દીપડાના બચ્ચાને બચાવવા કૂવા બહાર પાંજરુ મૂકાયું હતું.  કૂવામાં નાખવામાં આવેલ દોરડું પકડી દીપડાનું બચ્ચું બહાર આવ્યું અને તરત જ તેને પાંજરામાં  પૂરવામાં આવ્યું. શામગહાન રેંજની વનકર્મીઓની ટીમે કુવામાંથી સહિસલામત બચ્ચાનો બચાવ કર્યા બાદ તેને રેસ્ક્યુ સેન્ટરમાં ઓબ્ઝર્વેશન હેઠળ મોકલી આપ્યું. સમગ્ર રેસ્ક્યુ પ્રક્રિયા દરમ્યાન દીપડાએ કોઈને હાનિ થઈ નથી તેમ અધિકારીઓએ માહિતી આપી હતી. દીપડાના બચ્ચાની પશુચિકિસ્તક દ્વારા તપાસ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement
error: Content is protected !!