Explore

Search

June 14, 2026

Contact us -7820092500

IAS Coaching

જામનગર જિલ્લામાં ભારે વરસાદ, ગ્રામ્ય વિસ્તારની અનેક નદી નાળાઓમાં પૂર આવ્યા

જામનગર શહેર અને જિલ્લામાં રવિવારે મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો અને બપોરે બે વાગ્યાથી જિલ્લાભરમાં હવામાનમાં પલટો આવ્યો હતો અને સાર્વત્રિક એક ઇંચથી સાત ઇંચ જેવી ધીંગી મેઘ સવારી જોવા મળી છે. જેને લઈને ગ્રામ્ય વિસ્તારની અનેક નદી નાળાઓમાં પૂર આવ્યા છે. અને ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. જામનગર શહેર અને જિલ્લામાં રવિવારે વહેલી સવારથી જ હવામાનમાં પલટો આવેલો જોવા મળ્યો હતો અને આકાશમાં વાદળોના આંટા ફેરા જોવા મળ્યા હતા. વહેલી સવારથી જ વાદળોના ગંજ ખડકાઈ ગયા હતા, જેથી ઉકળાટ ભર્યું વાતાવરણ બનેલું રહ્યું હતું અને બપોર બાદ એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો.

જામનગર શહેરમાં બપોરે ત્રણ વાગ્યાથી ધીમીધારે છાંટા શરૂ થયા હતા, ત્યાર બાદ ચાર વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો હતો અને રાત્રે 9.00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બે ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલ મળ્યા છે. જામનગર શહેર બાદ જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજાની ધીંગી મેઘ સવારી જોવા મળી હતી. કાલાવડમાં બપોરે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો અને રાત્રે સુધી પાંચ ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલ મળ્યા છે. સમગ્ર કાલાવડના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદને લઈને અનેક નદી નાળાઓમાં પૂર આવ્યા હતા. જોકે જાનમાલની નુકસાનીના કોઈ અહેવાલો મળ્યા નથી કાલાવડ ઉપરાંત જોડીયામાં સૌથી વધારે અને ધીંગી મેઘ સવારી જોવા મળી હતી. બપોરે ચાર વાગ્યાથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ હતી, અને રાત્રે સુધીમાં સાત ઇંચ વરસાદ પડી ગયાના અહેવાલો મળ્યા છે.

Advertisement
error: Content is protected !!