વલસાડનાં પારડી તાલુકાના ગોઈમાં ગામે કનુભાઈ છગાનભાઈ નાયકા નામના મજૂર સાંજે બાઈક લઈને ગામમાં ગયા હતા. ત્યારબાદ કેરપાડા ફળિયા નજીક નાનાપોંઢા રોડ પર તેઓ ચાલતા જતા હતા. ત્યારે મારુતિ ઈકો કારનો ચાલક તેમને અડફેટે લઈ ભાગી છૂટ્યો હતો અને કનુભાઈને ગંભીર ઈજા થઈ હતી. 
ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તાત્કાલિક ૧૦૮ને ફોન કર્યો અને તેમને રોહિણા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી તેમની સ્થિતિ ગંભીર જોઈ ડોક્ટરોએ તેમને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. હાલ તેઓ ઓક્સિજન હેઠળ સારવાર લઈ રહ્યા છે તેવું જાણવા મળ્યું હતું. બનાવ અંગે કનુભાઈની પત્ની લક્ષ્મીબેને પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

