Explore

Search

October 9, 2026

Contact us -7820092500

IAS Coaching

વલસાડ જિલ્લાનાં સુથારપાડા ગામે બસ ઉંડા ખાડામાં ખાબકી, ૨૫ મુસાફરોને નાનીમોટી ઈજા

વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકાનાં સુથારપાડા ગામેથી મળસ્કે પસાર થઈ રહેલ એક લક્ઝરી બસનાં ચાલકે યુ-ટર્ન ધરાવતા વળાંક પર એકાએક સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દીધા બાદ બસ રસ્તાની બાજુએ આવેલ આશરે ૩૦ ફૂડ ઉંડા ખાડામાં ખાબકી ગઇ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર આશરે ૨૫ મુસાફરોને નાની-મોટી ઈજા થઈ હતી. જે પૈકી ૭ મુસાફરોને વધુ ઈજા થઇ હતી. તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ની મદદથી માં ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. મહારાષ્ટ્રના નાસિકથી અમદાવાદ જઈ રહેલી મુસાફરોથી ભરેલ એક લક્ઝરી બસ મળસ્કે ૨થી ૨.૩૦ વાગ્યા દરમિયાન કપરાડા તાલુકાનાં સુથારપાડા ગામે પાસે સ્થિત ખતરનાક રોડ પરથી પસાર થતી હતી. ત્યારે બસનાં ચાલકે કાબૂ ગુમાવ્યા બાદ બસ ખાડામાં ખાબકી હતી.

આ સાથે જ મુસાફરોની ચીસાચીસ સાંભળીને તાત્કાલિક મદદે દોડી ગયેલા સ્થાનિક રહીશોએ આડી પડી ગયેલ બસ પેલસ તથા ટાયરો નીચે દબાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. રાત્રીના અંધકારમાં મોબાઈલના ટોર્ચને સહારે ગામજનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું. ઘટના જાણ થતાં કપરાડા પોલીસનો કાફલો તેમજ ૧૦૮-સેવાની ૦૭ જેટલી એમ્બ્યુલન્સો સ્થળ પર પહોંચી હતી. આમ, પોલીસ, સ્થાનિક યુવાનો તેમજ ૧૦૮ કર્મીઓએ રાહત અને બચાવ કામગીરી ત્વરિત હાથ ધરીને તમામ ઈજાગ્રસ્તોને સારવારાર્થે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!