Explore

Search

October 4, 2026

Contact us -7820092500

IAS Coaching

પલસાણાનાં વિસા ગામની સીમમાંથી ટેમ્પોમાં ૧૮ ભેંસો મળી આવી

સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં વિસા ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પરથી પલસાણા પોલીસે ગૌરક્ષકોની મદદથી કતલના ઈરાદે લઈ જવાતી ૧૮ ભેંસોને બચાવી હતી. આમ, પોલીસે આઈશર ટેમ્પા અને ભેંસો મળી કુલ રૂપિયા ૭.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે નાસી છૂટેલા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

મળતી માહિતી મુજબ, ગુરુવાર નારોજ સવારે વણેસા ગામની સીમમાં પલસાણાથી બારડોલી તરફ જતા નેશનલ હાઈવેના ફૂટ પાસે શંકાસ્પદ એક આઈશર ટેમ્પાની તપાસ કરવામાં આવી હતી. આ બંધ બોડીના ટેમ્પામાં કોઈ પણ પ્રકારના પાસ પરમીટ કે પશુ ચિકિત્સકના પ્રમાણપત્ર વિના ૧૮ જેટલી ભેંસોને ખીચોખીચ અને કૂરતાપૂર્વક ભરેલી હાલતમાં મળી આવી હતી. અંદર પશુઓ માટે ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. આમ, પોલીસ અને ગૌરક્ષકોને જોઈને ટેમ્પાનો ક્લીનર ઘટના સ્થળેથી નાસી છૂટયો હતો. આ કાર્યવાહીમાં પોલીસે રૂપિયા ૧૫,૦૦૦ લેખે ૧૮ ભેંસોની કિંમત રૂપિયા ૨,૭૦,૦૦૦ અને રૂપિયા ૫,૦૦,૦૦૦/-ની કિંમતનો આઈશર ટેમ્પો મળી કુલ રૂપિયા ૭.૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!