સુરત શહેર સહિત ઉપરવાસમાં ગઈકાલ રાતથી થઈ રહેલા અવિરત વરસાદને પગલે રાંદેર અને સિંગણપોરને જોડતો વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે.
પાણીનું સ્તર ૬ ફૂટની સપાટીએ પહોંચતા હાલ કોઝવે વાહનવ્યવહાર માટે મહાનગર પાલિકા દ્વારા બંધ કરાયો છે.
શહેરમાં સતત વરસાદને કારણે SMC કમિશ્નરશ્રી શાલિની અગ્રવાલ દ્વારા ICCC ખાતેથી સતત મોનીટરીંગ કરાઇ રહ્યું છે. તેમજ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે.


