Explore

Search

June 12, 2026

Contact us -7820092500

IAS Coaching

વલસાડ LCB પોલીસની કામગીરી : રૂપિયા 3.88 લાખનાં દારૂનાં મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી, એક વોન્ટેડ

વલસાડ લોકલ કાઈમ બ્રાન્ચ દ્વારા વાપીના ચલા-કેવડી ફળિયા વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો મુદ્દામાલ પકડી પાડી પોલીસે એક ઈસમની ધરપકડ કરી હતી, જયારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. આમ, પોલીસે વિદેશી દારૂનો મુદ્દામાલ અને એક્ટિવા બાઈક સહિત કુલ રૂપિયા 3.88 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ વલસાડ LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ડાભેલ પોલીસ ચેકપોસ્ટ નજીક બાતમી મળી હતી કે, ચલા ગામના કેવડી ફળિયા ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક ઝાડી-જંગલ વિસ્તારમાં એક ઈસમે એક્ટિવા બાઈક સાથે ઊભો છે અને ત્યાં ગેરકાયદેસર દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે.

જોકે બાતમીનાં આધારે પોલીસ ટીમે સ્થળ પર રેડ પાડી એક ઈસ ઝડપી લીધો હતો. જયારે પકડાયેલ આરોપીનું નામ અરુણ ગજનાંદ ડોંગરે (ઉ.વ.20) હોવાનું જાણવા મળ્યું હતું. તેની પાસેથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની કુલ 1,122 બોટલ અને ટીન મળી આવી હતી જેની કિંમત અંદાજે રૂપિયા 3.78 લાખ હતી.

વધુમાં એક નંબર પ્લેટ વગરની હોન્ડા એક્ટિવા બાઈક કબ્જે કરી કુલ રૂપિયા 3.88 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. જોકે વધુ પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો પોતાના ઓળખીતા શુભમ શિવનંદન ગુપ્તાનો હોવાનું અને તેને અન્ય સ્થળે પહોંચાડવાનો હોવાનું કબૂલ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આમ, પોલીસે અરુણ ગજનાંદ ડોંગરેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે શુભમ શિવનંદન ગુપ્તાને વોન્ટેડ જાહેર કરી બંને સામે ગુન્હો નોંધી આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.

Advertisement
error: Content is protected !!