Explore

Search

June 12, 2026

Contact us -7820092500

IAS Coaching

નવસારી શહેરમાંથી ગાંજાનાં જથ્થા સાથે બે આરોપીઓ ઝડપાયા

નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ નશાના દૂષણને નાબૂદ કરવા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ દરમિયાન નવસારી ટાઉન અને જલાલપોર પોલીસે અલગ-અલગ કાર્યવાહી કરી ગાંજાનાં જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડયા હતા. જોકે પોલીસે બંને સ્થળેથી ગાંજો અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા નશાના દૂપણને સંપૂર્ણપણે નાબૂદ કરવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશીલા પદાર્થનું વેચાણ કરતા ઈસમોને ઝડપી લેવામાં આવી રહ્યા છે.

આ અભિયાન અંતર્ગત નવસારી શહેર ટાઉન પોલીસે નવસારી રિંગરોડ પર આવેલી કાશીવાડી, નૂર મસ્જિદની સામેની ગલીમાં આવેલ એક મકાનમાંથી બાતમીનાં આધારે છાપો મારી ૫૫૩ ગ્રામ ગાંજા સાથે મકાન માલિક સઈદ અબ્દુલસત્તાર હમીદમીયા શેખને ઝડપી પાડી રૂપિયા ૨૭ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જોકે જલાલપોર પોલીસે નવસારી રેલવે સ્ટેશન નજીક રાપેકૃષ્ણ રેસિડેન્સીની પાછળ, કોટન એન્ડ સિલ્ક મિલની પડતર જગ્યામાં આવેલા મફતલાલ ક્વાર્ટર્સમાં દરોડો પાડી પ્રેમપ્રકાશ તીપ્રસાદ દુબે (રહે.નવી ચાલ,રેલવે સ્ટેશન પાસે,નવસારી-મૂળ રહે.ખેસહનગામ,તા.ગાજીપુર,જિ.ફતેપુર, ઉત્તરપ્રદેશ)ને કુલ ૦.૨૫૫ કિલોગ્રામ ગાંજો અને રોકડ રકમ સહિત રૂપિયા ૧૩,૭૨૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. આ ગુન્હામાં પવન સુગત વૈરાગી, સતીશ અને આર્યન નાંઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે નવસારી ટાઉન અને જલાલપોર પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.(file photo)

Advertisement
error: Content is protected !!