Explore

Search

June 12, 2026

Contact us -7820092500

IAS Coaching

વાપી સ્પેશિયલ પોક્સો કોર્ટે યૌન શોષણનાં ગુન્હામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી

વલસાડ જિલ્લામાંથી એક ચોંકવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ૧૪ વર્ષીય સગીરાને લસ્સીમાં નશીલો પદાર્થ પીવડાવી દુષ્કર્મ આચરવા, નગ્ન વીડિયો અને ફોટા બનાવી બ્લેકમેઇલ કરવા તેમજ અવારનવાર યૌન શોષણ કરવાના ગુનામાં વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટ આરોપીને દોષિત જાહેર કરી ૨૦ વર્ષની સખત કેદની સજા અને પીડિતાને વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. બનાવની વિગત એવી છે કે, આરોપીએ પરિવારની ગેરહાજરીનો લાભ લઈ સગીરાને લસ્સીમાં ઊંઘની ગોળી પીવડાવી હતી.

ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરી અશ્લીલ ફોટા અને વીડિયો બનાવી લીધા હતા. આ સામગ્રી વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ કિશોરીને બ્લેકમેઇલ કરી વારંવાર યૌન શોષણ કર્યું હતું. તેમજ ચહેરા પર તેજાબ ફેંકવાની ધમકી આપીને પણ તેને ડરાવવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીએ સગીરના અશ્લીલ ફોટા પરિવારજનો તથા સગા-સંબંધીઓના મોબાઇલ પર વોટ્સએપ મારફતે મોકલી વાયરલ કર્યા હોવાનું સામે આવ્યું હતું.

વધુમાં સ્પેશિયલ પોક્સો જજ ડો.એચ.એન.વકીલ દ્વારા આપવામાં આવેલ ચુકાદામાં સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલોને માહ્ય રાખીને આરોપી રાજકુમાર છોટુ ભોલાસિંહને પોક્સો એક્ટની કલમ-૯ હેઠળ ૨૦ વર્ષની સખત કેદ અને રૂપિયા ૧૦,૦૦૦ દંડ, ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭(૨૪એન) હેઠળ ૨૦ વર્ષની કેદ અને રૂપિયા ૧૦,૦૦૦ દંડ કલમ ૫૦૯ હેઠળ એક વર્ષની કેદ અને રૂપિયા  ૧,૦૦૦ દંડ તેમજ આઈટી એક્ટની કલમ ૬૭(બી) હેઠળ પાંચ વર્ષની કેદ અને રૂપિયા ૧ લાખ દંડની સજા કટકારવામાં આવી છે. દંડની રકમ નહીં ભરાય તો વધારાની સજાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા તમામ સજાઓ એકસાથે ભોગવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત ગુજરાત વિક્ટિમ કમ્પ-સેશન સ્કીમ હેઠળ પીડિત કિશોરીને રૂપુંય ૪ લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો હતો.

Advertisement
error: Content is protected !!