Explore

Search

June 14, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Gujarat : રાજ્યમાં આજે બપોર સુધી 98 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો

રાજ્યમાં વરસાદનું જોર વધી રહ્યુ છે. મોટાભાગના જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તાર પાણી-પાણી થયા છે રસ્તાઓ પર વાહનોના સ્થાને હોડીઓ જોવા મળી રહી છે તેમજ જન જીવન ખોરવાયુ છે. બજારો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તંત્ર તમામ વિસ્તારોમાં મદદ પહોંચાડવા માટે પ્રયાસ કર્યુ છે. પરંતુ સંપર્ક વિહોણા ગામડાઓમાં આ મદદ પહોંચવામાં મુશ્કેલીઓ આવી રહી છે. આ ઉપરાંત ખેતરોમાં કમર સુધીના પાણી ભરાયા છે. પાકને નુકસાન થતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. ખેતરો જળાશયોમાં ફેરવાયા છે રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે.

ત્યારે આજે બપોરે 2 વાગ્યા સુધી 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. તો કામરેજમાં 6.50 ઇંચ, પલસાણામાં 5.39 ઇંચ વરસાદ ખાબક્યો છે. બારડોલીમાં 4.09 ઇંચ, ઓલપાડમાં 3.66 ઇંચ, માંડવીમાં 2.76 ઇંચ, માંગરોળમાં 2.28 ઇંચ અને ચોર્યાશીમાં 2.25 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ પેદા થઇ છે. ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં ભારે નુકસાની જોવા મળી છે. પાણી ભરાતા રસ્તાઓ અને માર્ગ તૂટ્યા છે ઠેર-ઠેર ખાડા સામ્રાજ્ય જોવા મળ્યુ છે. વરસાદની શરૂઆતમાં જ પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી રહી છે. જેના કારણે સ્થાનિકો પરેશાન થયા છે.

Advertisement
error: Content is protected !!