Explore

Search

June 12, 2026

Contact us -7820092500

IAS Coaching

સુરત જિલ્લામાં ભારે વરસાદ : ઉમરપાડાનો એક રસ્તો અને માંડવીના બે રસ્તાઓ ઓવર ટોપિંગના કારણે બંધ કરાયા

સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે નદી-નાળાઓના જળસ્તરમાં વધારો થયો છે, ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર મુંજલાવ બોધાન રોડ પરનો કોઝવે તેમજ ઉમરપાડા તાલુકાના બલાલકૂવાથી વહાર રોડ એમ કુલ ત્રણ રસ્તાઓ ઓવર ટોપીંગ થવાથી બંધ કરવામાં આવ્યો છે.

વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અરેઠ- બૌધાન- ઘલા રોડનો ઉપયોગ કરી શકશે. મોરીઠા-કાલિબેલ રેગામા રોડ પરનો કોઝવે ઓવર ટોપીંગ થવાથી બંધ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે વિસડાલીયા કીમડુંગરા દાદાકુઈ રેગામાં રોડ જોઈનીંગ માંડવી ઝંખવાવ સ્ટેટ હાઈવે રોડનો ઉપયોગ કરી શકાશે. બલાલકૂવાથી વહાર રોડ બંધ હોવાથી શામપુરા, ઉમરખાડી રોડનો ઉપયોગ કરી શકાશે. પાણી ઉતરતા જ રસ્તાઓ વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરાશે.

Advertisement
error: Content is protected !!