વલસાડ નજીકના એક વિસ્તારમાં રહેતા પરિવારના મોભી તેમની પત્ની, ૧૭ અને ૧૫ વર્ષીય પુત્રીઓ અને ૧૨ વર્ષીય પુત્ર સાથે રહે છે. પરિવારના મોભી રિક્ષા ભાડે ફેરવી પરિજનોનું ગુજરાન ચલાવે છે. તેમની બીજી પુત્રી વલસાડની એક શાળમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે.
ગત તારીખ ૧૯/૦૬/૨૦૨૫ નારોજ પરિવારના મોભીના મામાએ તેમની બીજી પુત્રી તેના ઘર નજીક રહેતા અયાન શેખ નામના કોઈક યુવાન સાથે પ્રેમ સબંધ ધરાવતી હોવા બાબતે તપાસ કરવાનું જણાવ્યું હતું.
આથી પરિવારના મોભીએ તેમની પૂત્રીને પૂછતાં તેણે અયાન હનીફ શેખ નામનો યુવાન તેણીનો શાળાએ જતી વેળાએ પીછો કરતો હતો અને તે સગીરાને પ્રેમ કરતો હોવાનું જણાવી લગ્નની લાલચ આપતો હોવાનું જણાવ્યું હતુ. ઉપરાંત તે લગ્ન નહિ કરે તો સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. અયાન તેણીનો જાહેરમાં હાથ પકડી છેડતી કરતો હતો. બનાવ અંગે સગીરાના પિતાએ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


