Explore

Search

October 4, 2026

Contact us -7820092500

IAS Coaching

ભારે વરસાદના કારણે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન જતી અને આવતી તમામ એસ.ટી. બસ સેવાઓ બંધ કરવામાં આવી

આજે સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદને કારણે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન સુરત ડિવિઝન દ્વારા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન જતી અને આવતી તમામ એસ.ટી. બસ સેવાઓ બંધ કરવામાં આવી છે.

ડ્રાઈવરોને તેમના રૂટ બંધ કરવા અને તેમના વાહનો સાથે નજીકના સલામત સ્થળોએ જવાની તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાં કોઈ બસો ન લઇ જવા, કામરેજ અને કડોદરાથી સુરત શહેરમાં પ્રવેશતી બસોને સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન બાયપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. અંદાજિત સુરત વિભાગની તેમજ અન્ય વિભાગોની ૨૦૦ ટ્રીપ હાલ કેન્સલ કરાઈ છે. એસ.ટી.વિભાગીય કચેરી ખાતે કંટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત છે એમ GSRTC સુરતના વિભાગીય નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

Advertisement
error: Content is protected !!