Explore

Search

June 12, 2026

Contact us -7820092500

IAS Coaching

આગામી દિવસોમાં રાજ્ય સહિત સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ

તારીખ ૨૮ જૂન સુધી રાજ્ય સહિત સમગ્ર સુરત જિલ્લાના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.  જેને અનુલક્ષીને જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારઘીએ સબંધિત વિભાગના અધિકારીઓને તકેદારીના આવશ્યક પગલા લેવા સૂચના આપી છે.

જેમાં કોઈ વ્યક્તિને નદીમાં પ્રવેશવા કે ઓવર ટોપીંગ કોઝ-વે અંગેની સૂચનાઓ પ્રસારિત કરી ચેતવણી અંગેના બોર્ડ લગાવા, બેરીકેડ રાખવા, રાઉન્ડ ધ કલોક પોલીસ બંદોબસ્ત તેમજ કોઈ વ્યકિત પાણીમાં પ્રવેશી નહીં તેની તકેદારી રાખવા,વહીવટીતંત્રને સાવચેત રાખવા, જરૂર પડે નીચાણવાળા વિસ્તારમાંથી અસરગ્રસ્તોને સ્થળાંતરીત કરવા, ઈમરજન્સી સેવા કે ડીઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી સાથે સંકળાયેલા લોકો ફરજ પર હાજર રહે અને હેડકવાર્ટર ના છોડે તેથી તકેદારી રાખવા, વરસાદી પાણીનો ભરાવો થતો હોય તે વિસ્તારો નકકી કરવા, હવામાન વિભાગની ચેતવણીઓ પ્રસારિત કરવા,  વિવિધ વિભાગમાં સંકલન રાખવા સહિતના તકેદારીના આવશ્યક પગલાઓ લેવા જણાવ્યું હતું. સાથે જ જે તે વિભાગના કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા, તાલુકા મામલતદાર કચેરીના કંટ્રોલ રૂમ જવાબદાર અધિકારીઓની હાજરી અને લેન્ડ લાઈન નંબર સહિત કાર્યરત રાખવા, જો કોઈ દુર્ઘટના બને તો તાત્કાલીક DEOC,કલેકટર કચેરીને જાણ કરવા તેમજ વિવિધ વિભાગો દ્વારા લેવાયેલી તકેદારીના આગોતરાં પગલાંની ડિસ્ટ્રિક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(ડીઝાસ્ટર શાખા)ને જાણ કરવા નિવાસી અધિક કલેકટરની યાદીમાં જણાવાયું છે.

Advertisement
error: Content is protected !!