Explore

Search

June 12, 2026

Contact us -7820092500

IAS Coaching

સુરત શહેરમાં સૌથી વધારે સુરત સિટીમાં ૨૩૯, કામરેજમાં બારડોલીમાં ૧૮૧ અને પલસાણામાં ૧૫૪ મિ.મી વરસાદ

દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેર-જિલ્લામાં રાતથી પડી રહેલા ભારે વરસાદ સાથે ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. સમગ્ર સુરત જિલ્લામાં સવારે ૬ થી સાંજના ૪ વાગ્યા સુધીમાં સરેરાશ ૪ થી ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

જેમાં સૌથી વધારે સુરત શહેરમાં ૨૩૯ મિમી અને સૌથી ઓછો મહુવામાં ૪૩ મિમી વરસાદ નોંધાયો હોવાનું સુરત જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ દ્વારા જણાવાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાના અન્ય તાલુકાઓની વાત કરીએ તો, કામરેજમાં ૧૮૧ મિમી, પલસાણામાં ૧૫૪ મિમી, બારડોલીમાં ૧૧૯ મિમી, ઓલપાડમાં ૧૦૭ મિમી, ચોર્યાસીમાં ૯૦ મિમી, માંગરોળ અને માંડવીમાં ૭૬ મિમી વરસાદ નોંધાયો હતો.

Advertisement
error: Content is protected !!