Explore

Search

June 15, 2026

Contact us -7820092500

IAS Coaching

ગાંધીનગર શહેરમાં કોરોનાનાં નવા ત્રણ કેસ નોંધાયા

ગાંધીનગર શેહરમાં સેક્ટર ૪માં રહેતાં અને મુંબઇમાં ખાનગી નોકરી કરતા ૪૩ વષય યુવાન, સેક્ટર ૪માં રહેતી ૨૦ વષય વિદ્યાર્થીની અને રાંદેસણમાં રહેતા તથા ખાનગી નોકરી કરતાં ૩૧ વર્ષીય યુવક દ્વારા ખાનગી લેબોરેટરીમાં કરાવવામાં આવેલા કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે.

અધિકારી સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું કે ત્રણે દર્દીઓ પૈકી બન્ને યુવાનોને તાવ અને શરીર દુખવાની ફરિયાદો હતી. જ્યારે યુવતીને તાવની સાથે શરદી થઇ હતી. સરવાળે ત્રણે દર્દીમાં કોરોનાના લક્ષણો હળવા જોવામાં આવ્યા હોવાથી તેમને ઘરે રહીને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તેની સાથે જ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.

Advertisement
error: Content is protected !!