Explore

Search

June 15, 2026

Contact us -7820092500

IAS Coaching

Police Raid : જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા

ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ દ્વારા સાબરમતી નદીના પટમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી ૧૮,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, પેથાપુરમાં આવેલા સંજરી પાર્ક પાસે નદી કિનારે પટમાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના પત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે, પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડયા હતા.

જેમાં પેથાપુર ખાતે રહેતા ઈમ્તીયાઝખાન રહીમખાન પઠાણ,મોઇનખાન યાસીનખાન પઠાણ,સુરેન્દ્રસિંહ દિપસિંહ વાઘેલા,હર્ષ અશોકભાઈ ઠાકોર અને રાંધેજા ખાતે રહેતા સતીશ નટવરલાલ દરજીનો સમાવેશ થાય છે.પોલીસ દ્વારા આ જુગારીઓ પાસેથી ૧૮,૫૦૦/-ની રોકડ કબજે કરીને તેમની સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Advertisement
error: Content is protected !!