Explore

Search

June 15, 2026

Contact us -7820092500

IAS Coaching

Accident : ડમ્પર અડફેટે આવતાં બાઈક ચાલકનું મોત

ખેડા તાલુકાના ડામરી ગામના જગદીશભાઈ પ્રભાતભાઈ રાવળ બાઈક લઈ ચિત્રાસર સાસરીમાં પત્ની અને બાળકોને લેવા જવા નીકળ્યો હતો. દરમિયાન ઢઢાલ ભેરાઈ જવાના રોડ ઉપર ડમ્પરે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક જગદીશભાઈ રાવળને ગંભીર ઈજાઓ થતા તુરંત જ સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે જગદીશભાઈ રાવળને મૃત જાહેર કર્યા હતા.

બનાવ અંગે મૃતકના ભાઈ ચંદુભાઈ પ્રભાતભાઈ રાવળની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે ડમ્પર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી હતી. ખેડાના ઢઢાલ રોડ ઉપર ડમ્પરે બાઈકને ટક્કર મારતા ચાલકનું ગંભીર ઈજા થતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!