Explore

Search

October 25, 2026

Contact us -7820092500

IAS Coaching

ચીખલી તાલુકામાં દિન દહાડે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકામાં દીપડાની અવરજવરને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળતા પંથકમાં ચકચાર મચી જવાપામી હતી. ચીખલી તાલુકાનાં સરૈયા ગામે દિન દહાડે દીપડો રસ્તો ઓળંગતો જોવા મળતાં વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો ગયો હતો. જયારે બીજી તરફ બારોલીયા ગામના માકડીયા ફળિયામાં બે દીપડા દેખાયા બાદ વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ  પાંજરામાં એક દીપડી ઝડપાઈ હતી.

મળતી માહિતી મુજબ, ચીખલી તાલુકાના બારોલીયા ગામના માકડીયા ફળિયામાં રહેતા એક રહીશના ઘરની પાછળ તારીખ ૧૬ ઓક્ટોબર નારોજ બે દીપડા આવી ચઢતા આ અંગે ચીખલી વન વિભાગને જાણ કરવામાં આવતાં વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી જરૂરી સર્વે કરી પાંજરું ગોઠવતા દરમ્યાન બીજા દિવસે વહેલી સવારે ચારથી પાંચ વાગ્યાની આસપાસ અંદાજે ત્રણ વર્ગની એક દીપડી પાંજરે પુરાતા દીપડીને વેટરનરી તબીબ પાસે જરૂરી તપાસ કરાવી સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ ચીખલી તાલુકાનાં સરૈયા ગામે દિન દહાડે દીપડો રસ્તો ઓળંગતો જોવા મળતા ગ્રામજનો તેમજ વાહન ચાલકોમાં ભય જોવા મળી રહ્યો હતો.(સૌજન્ય)(file photo)

Advertisement
error: Content is protected !!