Explore

Search

October 25, 2026

Contact us -7820092500

IAS Coaching

વાપીનાં નામધા વિસ્તારમાં બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો પોલીસ મથકે પહોચ્યો

વલસાડ જિલ્લાનાં વાપીનાં નામધા વિસ્તારમાં આવેલ હનુમંત રેસિડેન્સી પાસે બાઈક  ચલાવવા બાબતે ટકોર કરતાં થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં કુલ ચાર શખ્સોએ ભેગા મળીને બે મિત્રોને માર માર્યો હતો. આ દરમિયાન એક યુવકના માથામાં લાકડાનો ફટકો મારવામાં આવતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, નામધાની નવીનગરીમાં રહેતો ૨૨ વર્ષીય સાગર સંજયભાઈ સુરેશભાઈ હળપતિ વાપી નગરપાલિકાના ઝોનમાં પાણી પુરવઠા વિભાગમાં કોન્ટ્રાક્ટ આધારિત નોકરી કરે છે. ગત તારીખ ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ નારોજ સાંજના સમયે સાગર તેના મિત્ર યશ વિનોદભાઈ પટેલ સાથે સુઝુકી એક્સેસ પર દમણના ધોડિયાવાડ વિસ્તારમાં રહેતા મિત્રની બહેનના ઘરે કામ અર્થે ગયો હતો.

ત્યાંથી રાત્રેનાં ૯ વાગ્યની આસપાસ બંને મિત્રો ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાનમાં રાત્રે ૯:૩૦ વાગ્યે તેઓ નામધા સ્થિત હનુમંત રેસિડેન્સી પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી બાઈક ઉપર બે શખ્સ આવ્યા હતા. આ સમયે યશે બાઈક ધીમી ચલાવવા અંગે ટકોર કરતાં બંને શખ્સોએ બાઈક ઊભી રાખી અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. સાગરે અપશબ્દો બોલવા ના પાડતાં બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને બંને મિત્રો સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યા હતા. વધુમાં બાઈક ઉપર પાછળ બેઠેલ શખ્સે ફોન કરીને પોતાના અન્ય સાથીઓને બોલાવ્યા હતા. ત્યારબાદ થોડી જ વારમાં સ્વિફ્ટ કારમાં નામધા વિસ્તારમાં રહેતો દીપક લંગડો અને અનુરાગ માંજરો ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ બાઈક ઉપર આવેલા બંને શખ્સ અને કારમાં આવેલા બંને શખ્સોએ ભેગા મળીને સાગર અને યશને ઢીકમુક્કીનો માર માર્યો હતો.

દરમિયાન ચાર શખ્સોમાંથી કોઈ એકે સાગરના માથાના ભાગે લાકડાનો ફટકો મારતાં તેને ગંભીર ઈજા થઈ હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. ઘટના સ્થળે આસપાસના લોકો અને રાહદારીઓ એકત્રિત થતાં ચારેય શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. જતાં પહેલાં બંને મિત્રોને મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી. ત્યારબાદ સાગરને જનસેવા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેના માથાના ભાગે ટાંકા લેવા પડ્યા હતા અને શરીરના અન્ય ભાગોમાં પણ મૂઢ ઈજાઓ થઈ હતી. બનાવમાં સાગર હળપતિએ બાઈક ચાલક અંકિત, તેની પાછળ બેઠેલા અજાણ્યા શખ્સ તેમજ સ્વિફૂટ કારમાં આવેલા દીપક લંગડો અને અનુરાગ માંજરો સામે ફરિયાદ નોંધાવી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!