Explore

Search

October 25, 2026

Contact us -7820092500

IAS Coaching

નર્મદા જિલ્લાનાં પહાડ ગામે સર્જાયેલ અકસ્માતમાં આધેડનું મોત

નર્મદા જિલ્લાનાં રાજપીપળાનાં તિલકવાડા-ડભોઈ હાઈવે પર પહાડ ગામના પુલ પાસે ગંભીર માર્ગ અકસ્માતની ઘટના બની હતી. જેમાં બાઈક પાછળ બેઠેલ કમલેશભાઈ ગણપતભાઈ તડવીનું ગંભીર ઈજાઓના પગલે મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, તારીખ ૧૯-૧૦-૨૦૨૬ નારોજ રાત્રિના સમયે પહાડ ગામના પુલ પાસે તિલકવાડા-ડભોઈ હાઈવે રોડ ઉપર બાઈકના ચાલક રવિદાસભાઈ ગોવિંદભાઈ ભીલ (રહે.ખરોડ ગામ,તા.તિલકવાડા,જિ.નર્મદા) બાઈક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા બાઇક સ્લીપ થઈ ગઇ હતી.

જોકે બાઈક સ્લીપ થતાં આ અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલ કમલેશભાઈ ગણપતભાઈ તડવી (ઉં.વ.૫૦,રહે.ખરોડ ગામ,તા.તિલકવાડા, જિ.નર્મદા)ને માથાના તથા નાકના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમજ ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મંજુલાબેન કમલેશભાઈ તડવીની ફરિયાદના આધારે તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવતા પોલીસે ગુન્હો નોંધી જરુરી કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!