વાપી જીઆઈડીસીના વિનંતીનાકા ચાર રસ્તા પાસે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં બે જણાને ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં બાઈક ચલાવી રહેલ લક્ષ્મણભાઈ પાટીલ તથા પાછળની સીટ પર બેઠેલ પ્રભાકરને ઈજા થતાં બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, વાપીના ચણોદ કોલોનીમાં રહેતા સુનિલભાઈ પાટીલના પિતા લક્ષ્મણભાઈ પાટીલ ગત તારીખ ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ નારોજ સવારે પોતાની બાઈક લઈને રોજિંદા કામ અર્થે ઈલેક્ટ્રિકની દુકાને જઈ રહ્યા હતા. તે દરમિયાન સવારે વિનંતીનાકા ચાર રસ્તા પાસે ટાટા ડમ્પરનાં ચાલકે ગફલતભરી રીતે હંકારી બાઈકને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં લક્ષ્મણભાઈને ડાબા હાથના કોણી તથા જમણા પગના પંજાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે બાઈકની પાછળની સીટ પર બેઠેલ પ્રભાકરને જમણા પગના નળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લક્ષ્મણભાઈને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વાપીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે પ્રભાકરની વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આ અકસ્માત અંગે બાઈક ચાલકના પુત્ર સુનિલભાઈ પાટીલે ડમ્પર ચાલક પ્રવીણભાઈ દેવુભાઈ ચૌધરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વાપી ટ્રાફિક પોલીસણે ફરિયાદ નોંધાવી હતી.(સૌજન્ય)(file photo)


