સુરત જિલ્લાનાં પીપોદરા ઓવરબ્રિજ પાસે લીંડીયાત ગામ જતા રસ્તાની બાજુમાં સર્વિસ રોડ પરથી સંજય રાજીન્દર રાજભર ચાલતો થઈ રહ્યો હતો. તે દરમિયાન પુરપાટ આવી રહેલ અજાણ્યો વાહન ચાલક સંજયને અડફેટે લઈ ફરાર થઇ ગયો હતો.
આ અકસ્માતમાં સંજયને માથાના અને શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તપાસીને સંજયને મૃત ઘોષિત કર્યો હતો. ઘટના અંગે પાલોદ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)


