સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં હરસણી ગામે પૂરઝડપે જઈ રહેલ એક ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે વિદ્યાર્થીઓ હિમાંશુભાઈ બિપીનભાઈ વસાવા અને પ્રતીકભાઈ પ્રવીણભાઈ વસાવા અને તેમની સાથેના જીજ્ઞેશભાઈ પ્રવીણભાઈ વસાવાને શરીરે ઈજાઓ પહોંચી હતી.
જોકે આ અકસ્માતના પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક માંગરોળની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા. અકસ્માત અંગે હિમાંશુભાઈ વસાવાએ અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.(સૌજન્ય)(file photo)


