Explore

Search

October 20, 2026

Contact us -7820092500

IAS Coaching

વાપીનાં ચણોદમાં ઝઘડા દરમિયાન યુવકને ગંભીર ઈજા પહોંચી

વાપીનાં ચણોદ વિસ્તારમાં બિહારીનગરમાં બજરંગ સ્કૂલ પાછળ એક યુવકને તેના મિત્રએ ઝઘડા દરમિયાન ચપ્પુથી પેટના ભાગે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ યુવકને પ્રથમ વાપીની જીવનદીપ અને ત્યારબાદ વધુ સારવાર માટે સેલવાસની નમો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતા. મળતી માહિતી મુજબ, વાપીના ભડકમોરા વિસ્તારમાં શાંતિનગર ખાતે રહેતા શ્રીકાંત અંબિકા તિવારી વાપી જીઆઈડીસીની એક કંપનીમાં છેલ્લા ૨૨ વર્ષથી ઓપરેટર તરીકે નોકરી કરે છે. જોકે તારીખ ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ નારોજ તેઓ કંપનીમાં નોકરી પર હતા.

તે સમયે બપોરે આશરે બે વાગ્યે તેમની પત્ની સરિતાદેવીએ આવીને જાણ કરી હતી કે, તેમના પુત્ર વિષ્ણુને તેના મિત્ર ગોવિંદા સુરજ પાસવાને ચપ્પુ જેવા ધારદાર હથિયારથી પેટના ભાગે મારતાં ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ શ્રીકાંત તિવારી પત્ની સાથે ઘરે પહોંચ્યા હતા. દરમિયાનમાં પુત્રના મિત્ર અમુલ કાટેકરે ફોન પર જાણ કરી હતી કે, વિષ્ણુને વધુ સારવાર માટે સેલવાસની નમો હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અમુલ વિષ્ણુને રિક્ષામાં લઈને ઘરે પહોંચ્યો હતો. તે સમયે વિષ્ણુ બેભાન હાલતમાં હતો અને તેના પેટના ડાબા ભાગે પાટા બાંધેલા હતા.

વધુમાં અમુલ કાટેકરે જણાવ્યું હતું કે, વિષ્ણુ અને ગોવિંદા વચ્ચે સવારે ૧૦થી બપોરે ૧૨ વાગ્યાની આસપાસ કોઈ કારણસર બોલાચાલી અને ઝઘડો થયો હતો. ઘટના સ્થળે પહોંચતાં વિષ્ણુ જમીન પર પડેલો હતો અને તેના પેટમાંથી લોહી નીકળતું હતું. ગોવિંદાએ ઝઘડાને કારણે ધારદાર હથિયારથી વિષ્ણુના પેટમાં માર્યાની વાત પણ અમુલને કહી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. ઈજાગ્રસ્ત વિષ્ણુને પ્રથમ વાપીની જીવનદીપ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. તેની ગંભીર હાલતને પગલે વધુ સારવાર માટે સેલવાસની નમો હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેને આઈસીયુમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી હતી. ઘટના અંગે વિષ્ણુના પિતા શ્રીકાંત તિવારીએ ગોવિંદા સુરજ પાસવાન (રહે.ચણોદ ભાનુસાગર એપાર્ટમેન્ટ, વાપી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!