Explore

Search

October 20, 2026

Contact us -7820092500

IAS Coaching

પારડીનાં પરીયા ગામે બંધ મકાનમાંથી ચોરી, પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી

વલસાડ જિલ્લાનાં પારડી તાલુકાનાં પરીયા ગામના બંધાડી ફળિયામાં બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોરટાઓ રૂપિયા ૧.૫૦ લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે મકાન માલિક મહિલાએ પારડી પોલીસ મથકે અજાણ્યા ચોરટા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, પરીયા ગામના બંધાડી ફળિયામાં રહેતાં લીનાબેન પ્રકાશભાઈ પટેલને ગળામાં દુખાવો થતાં તેઓ તારીખ ૧૭ ઓક્ટોબરની રાત્રે પતિ સાથે રોહીણા ગામે દવાખાને ગયાં હતાં.

જોકે દવાખાનું બંધ હોવાથી દંપતી રોહીણા ગામે રહેતા પોતાના સગા શંકરભાઈ મિસ્ત્રીના ઘરે ગયું હતું. ત્યારબાદ રાત્રે આશરે સાડા બાર વાગ્યે બંને ઘરે પરત ફરતાં બેડરૂમમાં રાખેલા પતરાના કબાટનો દરવાજો ખુલ્લો હતો અને સામાન વેરવિખેર પડયો હતો. તપાસ કરતાં કબાટમાંથી આશરે રૂપિયા ૬૦ હજારની સોનાની ચેઈન, રૂપિયા ૬૦ હજારની કિંમતની સોનાની કાનસેરી અને બુટ્ટીની ત્રણ જોડ તેમજ ૩૦ હજારની ચાંદીની લક્કી અને સાંકળાની ત્રણ જોડ મળી આવ્યાં નહોતાં. આમ કુલ મળી રૂપિયા ૧.૫૦ લાખના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. મકાનની પાછળની બારીમાં ગ્રીલ ન હોવાથી અજાણ્યો તસ્કર બારી મારફતે ઘરમાં પ્રવેશ્યા હોવાની આશંકા ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!