તાપી જિલ્લાનાં ડોલવણ તાલુકાનાં ઉમરકચ્છ ગામમાંથી પસાર થતી ઉકાઇ ડાબા કાંઠાના નહેરનાં પાણીમાં મુકેલ મશીનનાં ફુટવાલની સાફ સફાઈ કરવા ઉતરેલ યુવાનનો અચાનક પગ લપસી જતા નહેરના ધસમસતા પાણીમાં તણાઈ જતા ડુબી જતા મોતને ભેટયો હતો અને આ યુવાનનો મૃતદેહ ગાંગપુર સીમમાંથી મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં કસવાવ ગામનાં ઉમરી ફળીયાના રહીશ બંકિમચંન્દ્ર કુમારભાઈ ચૌધરી રવિવારના રોજ ઉંમરકચ્છ ગામમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાના નહેર કિનારે પાણી વાળવાનું મશીન મુકેલ હોય, જે ચાલુ કરવાની પ્રક્રીયા હાથ ધરી હતી.
પરંતુ મશીનના ફુટવાલમાં લીલ તથા કચરો આવી ગયેલો હોવાથી ફુટવાલમાંથી કચરો કાઢવા માટે યુવાન નહેર કિનારે પહોંચ્યા હતા. તે દરમિયાન અચાનક યુવાનનો પગ લપસી જતા નહેરના પાણીમાં તણાઈ ગયા હતા. યુવાન નહેરના પાણીમાં ડુબી જતા મોતને ભેટયા હતા જેઓનો મૃતદેહ ગાંગપુર ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાઠા સબ કેનાલમાંથી મળી આવ્યો હતો. ઘટના અંગે કુમારભાઈ ચૌધરીએ ડોલવણ પોલીસ મથકે જાણ કરી હતી.(સૌજન્ય)


