Explore

Search

October 7, 2026

Contact us -7820092500

IAS Coaching

કામરેજ સીમમાંથી પસાર થતાં હાઈવે પર સર્જાયેલ અકસ્માતમાં એક યુવકનું મોત

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં સીમમાંથી પસાર થતો નેશનલ હાઈવે પર જેસીબી ચાલકનાં પગલે સર્જાયેલા અકસ્માતમાં બાઇક સવાર એક યુવકનું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.  મળતી માહિતી મુજબ, કામરેજ તાલુકાનાં સીમમાંથી અમદાવાદથી મુંબઇ તરફ જતા નેશનલ હાઈવે નંબર-૪૮ પર વાવ જીઈબી નજીક જેસીબી ચાલક ત્રીજી લેનમાંથી કોઈ પણ પ્રકારનાં સિગ્નલ કે સાવચેતી વગર અચાનક જ પહેલી લેન તરફ વળી રહ્યો હતો. તે દરમિયાન આગળ પોતાનાં રસ્તે જઈ રહેલી બાઈકને જેસીબી મશીનનાં આગળનાં ભારેભરખમ બકેટથી પ્રચંડ ટક્કર વાગી હતી.

જેથી બાઈક પર સવાર ત્રણેય યુવાનો હવામાં ફંગોળાઈને સીધા રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં માથા તેમજ શરીરનાં વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચવાનાં કારણે એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતનાં પગલે હાઇવે પરથી પસાર થતાં વાહન ચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

બનાવ અંગે જાણ થતા જ ૧૦૮ મદદથી બંને ગંભીર ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા, જ્યાં તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યુ હતુ.  ઘટનાની જાણ થતા જ સુરત જિલ્લા ટ્રાફિક પોલીસનો કાફ્લો સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માતનાં કારણે હાઈવે પર ખોરવાયેલા વાહનને પૂર્વવત કરાવી ટ્રાફિક હળવો કર્યો હતો. અકસ્માત અંગે જેસીબી ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)

 

Advertisement
error: Content is protected !!