Explore

Search

October 7, 2026

Contact us -7820092500

IAS Coaching

પારડી પોલીસની કામગીરી : કારમાંથી દારૂનાં જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી

વલસાડ જિલ્લાનાં ઉદવાડા થઈ નવસારી તરફ પસાર થતો હાઈવે પર એક કારમાં દારૂનો જથ્થો ભરી પસાર થઈ રહ્યા હોવાની બાતમી પારડી પોલીસને મળી હતી જે બાતમીના આધારે પોલીસે રેંટલાવ ઓવરબ્રિજ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી આવતા પોલીસે તેને રોકી તલાશી લેતાં કારની વચ્ચેની સીટ, ક્લીનર સીટના આગળના ભાગે તથા ડીકીમાંથી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે કાર ચાલકનું નામ પૂછતાં તેને પોતાનું નામ પ્રગ્નેશ ચંદુભાઈ પટેલ (રહે.કલમઠા ગામ,લીંમડ ફળિયા,ગણદેવી,નવસારી) હોવાનું જણાવ્યું હતું.

જોકે પોલીસે તેની પાસેથી પાસ-પરમિટ વગરનો રૂપિયા ૨,૫૦,૬૩૦/-નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આમ, પોલીસે દારૂના જથ્થા ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ કાર જેની કિંમત રૂપિયા ૫ લાખ તથા એક નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા ૭,૫૫,૬૩૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુ પૂછપરછ કરાતા કારના ચાલકે દારૂનો જથ્થો દમણથી એક અજાણ્યા શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું અને તેને હિનાબેન રાકેશભાઈ પટેલ તથા રીતેશભાઈ મનુભાઈ પટેલ (બંને રહે.કલમઠા,ગણદેવી)ને પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું. બનવા અંગે પોલીસે કારના ચાલક પ્રગ્નેશ પટેલની ધરપકડ કરી હતી તેમજ દારૂનો જથ્થો આપનાર અજાણ્યા શખ્સ સહિત આ કામમાં સંડોવાયેલ શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!