Explore

Search

October 7, 2026

Contact us -7820092500

IAS Coaching

ખેરગામનાં સીમમાંથી નંબર પ્લેટ વગર કારમાંથી લાખોનો દારૂ મળ્યો, અજાણ્યા ચાલક સામે ફરીયાદ

નવસારી જિલ્લાનાં ખેરગામનાં વેણ ફળિયા પાસેથી નંબર પ્લેટ વગરની એક ક્રેટા કારમાંથી રૂપિયા ૩.૨૯ લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ખેરગામ પોલીસ સ્ટેશનના સ્ટાફ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી. તે દરમિયાન વલસાડ પીઠા ગામથી ખેરગામ આવતા જાહેર રોડ પર આવેલ વેણ ફળિયા નજીક પોલીસે નાકાબંધી કરી હતી. આ સમયે એક શંકાસ્પદ નંબર પ્લેટ વગરની એક હ્યુન્ડાઈ ક્રેટા કાર આવતી જણાતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ પોલીસની નાકાબંધી જોઈને ક્રેટા કારના ચાલકે તુરંત જ ગાડી રિવર્સમાં લઈ યુ-ટર્ન મારી અંદરના રસ્તે ભગાવી મૂકી હતી. જેથી પોલીસ ટીમ શંકાશીલ ગતિ જણાતા તુરંત જ કારનો પીછો કર્યો હતો. આ કારનો પીછો કરતી વખતે ખેરગામના વેણ ફળિયામાં એકાંતમાં જતો રસ્તો જ્યાં પૂરો થતો હતો ત્યાં કાર ચાલક પોતાની કાર ઊભી રાખી નાસી ગયો હતો. આમ, પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ કુલ ૧,૮૪૫ નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૩,૨૯,૧૮૫/- અને કાર જેની કિંમત રૂપિયા ૫ લાખ મળી કુલ રૂપિયા ૮,૨૯,૧૮૫/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!