સુરત જિલ્લાનાં બારડોલી તાલુકાનાં આફવા ગામે આવેલ લવંગવાલા ઈન્ડસ્ટ્રીઝના ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેકટના સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા ચોર ઈસમો ચાર સ્કેવર એમ.એમ.ના ૬ હજાર મીટર ડી.સી.ના રૂપિયા ૧.૯૦ લાખની કિંમતના કેબલ ચોરી કરી ગયા હતા.
બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, બારડોલી તાલુકાના આફવા ગામની સર્વે નં.૨૪૬, ૨૪૭માં આવેલી લવંગવાલા ઈન્ડસ્ટ્રીઝના ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેકટના સોલાર પ્લાન્ટમાંથી ગત તારીખ ૦૯/૦૯/૨૦૨૬થી ૧૨/૦૯/૨૦૨૬ દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ચાર સ્કેવર એમ.એમ.ના કુલ ૬ હજાર મીટર ડી.સી. કેબલ જેની કિંમત રૂપિયા ૧,૯૦,૦૦૦ ચોરી કરી ગયા હતા. બનાવ અંગે પ્રિતેશભાઈ રાજેન્દ્રસિંગ સિસોદે (રહે.સુરાલી કોટમુંડા રોડ, માર્કેટ યાર્ડ પાસે, તા.બારડોલી)એ પોલીસે મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)


