Explore

Search

September 29, 2026

Contact us -7820092500

IAS Coaching

બારડોલીનાં તેન ગામની સીમમાંથી ગેરકાયદેસર પશુ વહન કરનાર ત્રણ ઝડપાયા, રૂપિયા ૧૭ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો

બારડોલી તાલુકામાંથી પસાર થતો બારડોલી નેશનલ હાઈવે પરથી એક ટ્રકમાં દૂધ ન આપી શકે તેવી ભેંસોને ગેરકાયદેસર રીતે વહન કરી લઈ જઈ રહી હતી. તે દરમિયાન બારડોલી તાલુકાનાં તેન ગામે સુરુચિ વસાહતની પાસે ધુલીયા ચોકડી ઓવરબ્રિજ ચડતા પહેલા પોલીસે ટ્રક રોકી તપાસ કરી હતી. જોકે તપાસ કરતાં ટ્રકમાંથી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વિના ટૂંકા દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધીને ડોકટરનું પ્રમાણપત્ર વિના પ્રત્યે ઘાતકીપણું રાખીને કતલખાને લઈ જવાઈ રહેલી ૨૨ જેટલી ભેંસો મળી આવી હતી.

આમ, પોલીસે ટ્રકમાં વહન કરી કતલખાને લઈ જવાઈ રહેલી ૨૨ ભેંસો જેની કિંમત રૂપિયા ૨,૨૦,૦૦૦/-, ટ્રક જેની કિંમત રૂપિયા ૧૫ લાખ, એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧૭,૨૫,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકનો ચાલક શાહુનખાન અશરૂદિન ખાન (રહે.સામરખા ગામ,તા.આણંદ જિ.આણંદ- મૂળ રહે.સોંફ ગામ, તા જિ.નુહ-હરિયાણા) અને ટ્રકનો કલીનર અરમાન સત્તાર ખાન (રહે.સામરખા ગામ,તા. આણંદ,જિ.આણંદ-મૂળ રહે.જમાલગઢ ગામ,તા.પુનહાના,જિ.નુહ-હરીયાણા) તેમજ ટ્રકનો બીજો કક્લીનર ફિરોજ સમસેદ ખાન (રહે.બિંવાગામ,તા.નુહ,જિ.નુહ-હરિયાણા)ની ધરપકડ કરી ટ્રકમાં માલ ભરાવી આપનાર પ્રભાતભાઈ (રહે.સામરખા ગામ,તા.આણંદ,જિ.આણંદ) અને ટ્રકનો માલિક મુસ્તુફા ખાન (રહે.હરિયાણા)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!