Explore

Search

September 29, 2026

Contact us -7820092500

IAS Coaching

પારડીનાં અરનાલા ગામનાં યુવકનું અકસ્માતમાં ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું

વલસાડ જિલ્લાનાં પારડી તાલુકાનાં આસ્મા ગામના કોળીવાડ ફળિયામાંથી વરઈ ગામ તરફ જતા માર્ગ ઉપર બાઇક અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં યુવકને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ, અરનાલા ગામના મંદિર ફળિયામાં રહેતા અનિલભાઈ બાબરભાઈ પટેલનો ૨૬ વર્ષીય પુત્ર સાજન અનિલભાઈ પટેલ કરમબેલી ખાતે આવેલી બીગ શેલો કંપનીમાં નોકરી કરતો હતો. જયારે સાજન પાસે હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈક હતી. તારીખ ૨૭ સપ્ટેમ્બરની રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં સાજનએ પરિવારને જણાવ્યું હતું કે, તે પોતાની સાસરી આસ્મા ગામે જમવા જઈ રહ્યો છે. ત્યારબાદ તે પોતાની બાઈક લઈને ઘરેથી નીકળ્યો હતો. રાત્રીના આશરે નવેક વાગ્યે તે આસ્મા ગામે પોતાની સાસરીમાં પહોંચ્યો હતો.

થોડો સમય રોકાયા બાદ તેણે પત્ની જાગૃતિબેનને જણાવ્યું હતું કે, બીજા દિવસે સવારે નોકરીએ જવાનું હોવાથી વાળ કપાવવા માટે બહાર જઈ રહ્યો છે અને બાઈક લઈને નીકળી ગયો હતો. દરમિયાન સાજનનાં સાઢુ જીતેશભાઈનો તેમના પિતા અનિલભાઈને ફોન આવ્યો હતો. ફોનમાં સાજનભાઈ આસ્મા ગામના કોળીવાડ ફળિયાથી વરઈ તરફ જતા રોડ પર વીજળીના થાંભલા સાથે અથડાઈને ગંભીર હાલતમાં પડ્યા હોવાનું જણાવાયું હતું. ત્યાર બાદ તેને પારડીની કુરેશી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સાજનને માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!