Explore

Search

September 21, 2026

Contact us -7820092500

IAS Coaching

સુરત ગ્રામ્ય LCBની કાર્યવાહી : રૂ.૧.૦૩ કરોડના મુદ્દામાલ સાથે દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ બારડોલીના ઇસરોલી ગામની હદમાંથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રકમાંથી 32,748 બોટલ વિદેશી દારૂ, કિંમત રૂ.88.69 લાખ, ઉપરાંત રૂ.15 લાખનો ટ્રક, બે મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂ.1.03 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસને મળેલી બાતમીના આધારે LCB અને પેરોલ ફર્લો સ્કવોડે નેશનલ હાઈવે-53 પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ટાટા ટ્રક નં. MP-09-BK-9775આવતા તેને અટકાવી તપાસ કરતાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ મામલે પોલીસે રાજસ્થાનના બાડમેરના ટ્રકચાલક રમેશભાઈ ભભુતારામ ધતરવાલ અને ક્લિનર માંગીલાલ બાંકારામ ધતરવાલની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો પંજાબથી ભરી ગુજરાતના મોરબી પહોંચાડવાનો હોવાનું સામે આવ્યું છે.પોલીસે પંજાબમાંથી દારૂનો જથ્થો ભરાવનાર અનિલભાઈ પાંડે તથા મોરબી ખાતે જથ્થો સ્વીકારનાર અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!