Explore

Search

September 21, 2026

Contact us -7820092500

IAS Coaching

મકાઈની થેલીઓ નીચે દારૂનો જથ્થો, આગળ અર્ટિગાથી પાયલોટિંગ! સોનગઢમાં રૂ.૧૨.૬૪ લાખના મુદ્દામાલ સાથે ૪ ઝડપાયા

સોનગઢમાં જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ-ફર્લો સ્કવોડે મહારાષ્ટ્રથી સુરત તરફ મકાઈની થેલીઓની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. માંડળ ટોલનાકા નજીક હાથ ધરાયેલી કાર્યવાહીમાં પાયલોટિંગ કરતી અર્ટિગા કાર અને દારૂ ભરેલી બોલેરો પિકઅપ સહિત કુલ રૂ.૧૨.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.પોલીસને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના નવાપુર તરફથી બોલેરો પિકઅપમાં મકાઈની થેલીઓની આડમાં દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે. જેના આધારે માંડળ ટોલનાકા પાસે વોચ ગોઠવી પોલીસે પિકઅપને રોકી તપાસ કરતાં મકાઈની થેલીઓ નીચે પુઠાના બોક્સમાં છુપાવેલા કિંગ ફિશર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના ૧,૧૫૨ ટીન, કિંમત રૂ.૧.૪૪ લાખ મળી આવ્યા હતા.દારૂની હેરાફેરીમાં પોલીસથી બચવા માટે પિકઅપની આગળ અર્ટિગા કારથી પાયલોટિંગ કરવામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે પિકઅપ સાથે અર્ટિગા કાર અને ચાર મોબાઇલ ફોન પણ કબજે કર્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં અજય માયારામ પરમાર, વિવેકકુમાર હસમુખભાઈ ચૌધરી, જીતેન્દ્ર સિપાહીલાલ યાદવ અને અંગત જગદીશ યાદવનો સમાવેશ થાય છે. પોલીસે દારૂ, બંને વાહનો અને મોબાઇલ સહિત કુલ રૂ.૧૨,૬૪,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ અંગે સોંગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!