સુરત: સુરત ગ્રામ્ય એલસીબી અને સાયબર સેલે સંયુક્ત કાર્યવાહી કરી કડોદરા GIDC વિસ્તારમાં બોગસ બેંક એકાઉન્ટ ભાડે આપી તથા પ્રતિબંધિત ગેમિંગ એપની લિંક્સ મારફતે સાયબર છેતરપિંડી કરવાના આરોપસર સુજલ નરોત્તમ અગ્રવાલ અને મોહીલ સંતોષ શર્મા, રહે. સ્નેહ વિલા રેસીડેન્સી, કડોદરાને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓ પાસેથી રૂ.16.10 લાખ રોકડ, 8 મોબાઇલ, 1 આઈપેડ, 2 લેપટોપ, 124 સિમકાર્ડ, 23 ચેકબુક, 4 પાસબુક અને 19 ક્રેડિટ કાર્ડ સહિત કુલ રૂ.18.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.આરોપીઓ સોશિયલ મીડિયા પર જાહેરાતો મૂકી લોકોને લિંક્સ મારફતે ફસાવી નાણાકીય છેતરપિંડી કરતા હોવાની પોલીસ તપાસમાં વિગતો સામે આવી છે. મામલે કડોદરા GIDC પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.


